12 June, 2007

'આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2007 www.readgujarati.com



ગુજરાતી સાહિત્ય વધારે લોકો સુધી પહોંચે , નવોદિત લેખકોને પોતાની કૃતિ રજૂ કરવાનું એક માધ્યમ મળી રહે તેમજ સાહિત્યની સર્જન પ્રક્રિયાને વેગ મળે એ હેતુથી રીડગુજરાતી તરફથી આ 'આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2007' નું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો ગુજરાતી ભાગ લઈ પોતાની કૃતિ રજૂ કરી શકે છે. રીડગુજરાતીના વાચક તેમજ અન્ય તમામ ગુજરાતી સાહિત્યપ્રેમીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે !

વધુ વિગતો માટે નીચેની લીંક પર ક્લીક કરો.

http://www.readgujarati.com/notes.php

02 December, 2006

17 November, 2006

દિવડા પ્રગટાવો... રાજેશ જોશી, અાદિતયાણા-દુબાઇ, UAE


હૈયે છે હેતની દિવાળી, દિવડા પ્રગટાવો રાજ.
લાગણી છે હજી હુંફાળી, દિવડા પ્રગટાવો રાજ.

ચોમેર છે અંધકાર, આકાર કાંઇ દેખાય નહી,
'ને રાહ છે કાંટાળી, દિવડા પ્રગટાવો રાજ.

એક થૈ ત્યાં જવું પડે, બે ત્યાં ના સમાય,
શેરી છે સાવ સાંકળી, દિવડા પ્રગટાવો રાજ.

કાંઇ નથી છતાંય કેમ ભિંજાય જવાયું?
જાણે વરસે એક વાદળી, દિવડા પ્રગટાવો રાજ.

મોત આવશે 'ને બસ ચાલી નીકળશું 'આરઝુ'
રહેશે ક્યાં હસ્તી આપણી, દિવડા પ્રગટાવો રાજ.

14 November, 2006

ત્રણ ગઝલો : અશોક પી. જોશી. ‘બુઝદિલ’ છાંયા-જામનગર.




૧.
મળી ના શકાય તો એકાદ કાગળ લખ,
થોડુંક અાગળ ને થોડુંક પાછળ લખ.

શક્ય છે કાગળ શોધવાનો સમય ન હોય,
અાકાશ પાસેથી લઇ ઉછીનું વાદળ લખ.

લખતાં ભલે ને ખુટી જાય શાહી સઘળી,
ફૂલો પરથી લઇને થોડી ઝાંકળ લખ.

સરનામું જરૂરી નથી હોતું પ્રણયમાં,
હૃદય સુધી જવાની કોઇ અટકળ લખ.

તારી યાદમાં વરસ્યાં નયનો ‘બુઝદિલ’,
થયું હતું તમારું શું એ પળેપળ લખ.



૨.
ઝલક તારી જોઇને રચાય ગઝલ,
ગઝલમાં તું ને તારામાં સમાય ગઝલ.

જૂલ્ફોની આંટીઘુંટીમાં અટવાયા કરે છે,
ચહેરા પર સતત લહેરાય ગઝલ.

અાંખોની અટારીએ ઉપસે ચહેરોને-
પાંપણનાં પલકારે શરમાય ગઝલ.

યાદ સતાવે મનભાવન વાલમની ત્યારે,
અાંખોનાં અારેથી છલકાય ગઝલ.

શમણાંમાં સાંપડે સંગાથ એનો તો-
પ્રથમ પહોરમાં મલકાય ગઝલ.

મિલન વેળાએ મૌન રહી 'બુઝદિલ'
એકમેકનાં રંગમાં રંગાય ગઝલ.




ના પૂછો કે દિલને અા શું થઇ ગયું
જ્યારથી નિહાળ્યા તમને તમારું થઇ ગયું

દિલને સ્પરશી ગઇ એ છો સુરત તમે
અાંખોમાં જે વસી ગઇ અે મુરત છો તમે
અાંખોઅાંખોમાં એવું તે શું થઇ ગયું
જ્યારથી....

તારી જુલ્્ફોની છાંવમાં છૂપાયા કરું
તારી અાંખોની અટારીએ ડોકાયા કરું
હોઠ ખીલ્યા તમારાને શું થઇ ગયું?
જ્યારથી...

બે ડગલાં હજૂ ચાલ્યા સાથ તમે
ધરી દીધો છે હાથમાં હાથ તમે
હાથ ઝાલ્યો તમારો ને શું થઇ ગયું
જ્યારથી...

બુઝદિલનાં અરમાનો ફળી ગયાં
શોધતાં'તા જેને એ મળી ગયાં
સંગ કીધો તમારોને શું થઇ ગયું
જ્યારથી...